Riya Gohel profile
Riya Gohel
15 13 2
Posts Followers Following
Riya Gohel
Quote by Riya Gohel - કેમ મારા દિલના બધા રાઝ તને કહેવા લાગી છું. 
જે વિચાર્યું પણ નો'તું એ તારી સામે બોલવા લાગી છું. 

હું આમ જ મારી જિંદગીના પન્ના તને સોંપવા લાગી છું. 
મારા પેલા તારી ખુશી નો વિચાર કરવા લાગી છું.

હશે કઈક કારણ, પણ તારી પ્રેમ ભરેલી આંખને વારંવાર શોધવા લાગી છું. 
હવે તારા પ્રેમના જાદુને હું પણ મનોમન સ્વીકારવા લાગી છું. 

તારી સાથે હોઈ ત્યારે તને માણવા લાગી છું. 
તું દુર હોઈ ત્યારે તને મહેસૂસ કરવા લાગી છું. 

ખબર છે તને? હું તારી સાથે મંઝિલ કરતા સફરની મજા લેવા લાગી છું. 
મારા એકાંતમાં પણ તને શોધવા લાગી છું.

તું મને પ્રેમ કરે છે, એ વાત હું સમજવા લાગી છું. 
પણ હું તને પ્રેમ કરું છું, એ વાત પરોક્ષ રીતે જતાવા લાગી છું. 

Piyu gohel - Made using Quotes Creator App, Post Maker App
8 likes 0 comments
Riya Gohel
Quote by Riya Gohel - તારી યાદમાં આજે પણ રહેવું ગમે છે. 
તું હોઈ કે ના હોય, છતાં તને ચાહવું ગમે છે. 

કદાચ વર્ષો પણ વીતી જશે તારા વગર. 
છતાં મારી ચા સાથે તને યાદ કરવો ગમે છે. 

કાળજી તો હતી જ મને તારા પ્રેમની. 
પણ આજે તું નથી તો પણ તારી યાદોમાં રહેવું ગમે છે. 

તને વધારે જાણવાની ઈચ્છા આજે પણ થાય છે. 
સંબંધ બદલી ગયો છે હવે...એ આ દિલને ક્યાં ગમે જ છે. 

તું મારો હતો એ જ સારું હતું. 
બાકી તને મારા વગર જીવવું ગમે છે...
એ વાત આ દિલને ક્યાં ગમે જ છે.

Piyu Gohel  - Made using Quotes Creator App, Post Maker App
7 likes 2 comments
Riya Gohel
Quote by Riya Gohel - આજે બધું તારા નામ એ કરી જાવ. 
મારા પ્રેમ સાગરમાં તને સમાવી જાવ. 

તું જે કહે એ તારા માટે હારી જાવ.
મારા દિલના પુસ્તકમાં તારો ચેહરો રંગી જાવ. 

તારા માટે અનહદ લાગણીઓ ભરી યાદ વસાવી જાવ. 
મારા હાથની લકિરમાં તારું નામ છીપાવી જાવ. 

તું મારા માટે શું છે એ તને જ કહી જાવ. 
મારા હૃદંતરે થી તારા માટે પ્રેમનો દર્પણ શણગારી જાવ. 

તારામાં વહેતા ઝરણાને શાંત નદી બનાવી જાવ. 
મારા મન ના માણીગર, તારા માટે બધું છોડી જાવ. 

તને એક સાંજે ફક્ત મારો જ બનાવી જાવ. 
મારી ને તારી આ વાર્તાને પંક્તિઓ સ્વરૂપે લખી જાવ.

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
9 likes 5 comments
Riya Gohel
Quote by Riya Gohel - વિચારું છું...કે હવે PIYU નામના શહેરમાં જ મારું ઘર વસાવી જાવ 
જ્યાં ફક્ત એ અને હું જ હોઈ, એવું કોઈ ગામ બનાવી જાવ. 

વિચારું છું...કે એને કોઈ ગ્રહ પર લઈ જાવ. 
જે એની પાસે નથી, એ બધું જ એના નામે કરી જાવ. 

વિચારું છું...કે એ મારા જ છે એવું આખી દુનિયા સામે કહી જાવ.
એનો ફક્ત હાથ પકડીને આખો ભવ સાગર તરી જાવ. 

વિચારું છું...કે મારા પ્રેમ રંગમાં એને રંગાવી જાવ. 
એના પ્રેમ ખાતર આખો એક ગ્રંથ રચી જાવ. 

વિચારું છું...કે મારી આંખમાં આખી દુનિયા બતાવી જાવ. 
એ જે આખા જગતમાં તરફડિયાં મારીને શોધે છે, એ મારામાં એહસાસ કરવી જાવ.

વિચારું છું...એના બધા દુઃખોને મારા કરી જાવ. 
બસ એને આ જન્મમાં જ નહિ. દરેક જન્મ માં મારા બનાવી જાવ.

Piyu gohel - Made using Quotes Creator App, Post Maker App
3 likes 2 comments
Riya Gohel
Quote by Riya Gohel - આવ્યા તમે ને અમે જીવન જીવતા શીખી ગયા. 
જાણે કે કોઈ એક રંગથી જ અમે ખીલી ગયા. 

જોયા તમને ને અમે ફક્ત તમારા જ થઈ ગયા. 
જાણે કે કોઈ સુંદર રચનાથી અમે વાકેફ થઈ ગયા. 

મળ્યા તમને ને અમે તમારામાં જ ઓગળી ગયા. 
જાણે કે કોઈ અદ્ભૂત એહસાસ કરાવી ગયા.

તમે મારા જ છો એ વાત મને કહી ગયા. 
જાણે કે કોઈ પ્રેમમાં તરબતર કરી ગયા. 

મધુર આલિંગન આપીને ન કહેલુ સમજાવી ગયા. 
જાણે કે કોઈ અનોખું સપનું જ સાચું કરી ગયા.

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
3 likes 2 comments
Riya Gohel
Quote by Riya Gohel - એક પ્રેમ એવો પણ છે,
કે જ્યાં શબ્દો નથી ફક્ત મૌન છે. 
જ્યાં સ્પર્શથી નહિ,
ફક્ત આંખથી વાત કરાય છે.
જ્યાં દુનિયાને બતાવવા માટે નહિ,
પણ હૂંફ માટે પ્રેમ કરાય છે. 
જ્યાં એકબીજાથી દુર થવાનું દુઃખ નહિ,
પણ અનહદ યાદો સંઘરી રાખવાનો આનંદ છે. 
જ્યાં ફકત પ્રેમીને પામવાનો નહિ,
પણ કહ્યા વગર પ્રેમ નિભાવવા નો રિવાજ છે.
હા...માનું છું. કે એ મારા થી દુર છે. 
પણ પ્રેમ તો તોય થાય જ છે ને?

Piyu Gohel  - Made using Quotes Creator App, Post Maker App
9 likes 1 comments
Riya Gohel
Quote by Riya Gohel - તારી મારી મિત્રતા માં કંઇ સાર લાગે છે,
નહિતર ક્યાં કોઈ સાથે હૃદય થી સંબંધ બંધાય જ છે. 

તારી મારી મિત્રતા કંઈ ખાસ લાગે છે,
નહિતર ક્યાં કોઈ સાથે આટલો સમય પસાર કરી જ શકાય છે. 

માનું છું હું કે આપણે હમણાંથી સાથે નથી,
પણ તોય મારી યાદ તો સતાવે જ છે ને?

સમય એ આપણને દુર કર્યા એ વાત ખરી છે,
પણ તોય દુર થી પણ પ્રેમ તો નીભાવાય જ છે ને?

લોકો કહે છે કે પાસે રહીને જ મિત્રતા થાય છે,
પણ હું કહું છું જ્યાં હૃદય થી હૃદય નું જોડાણ થાય...
 ત્યાં મિત્રતા બંધાય છે.

દોસ્તીને ઉજવવા માટે ક્યાં કોઈ દિવસની જરૂર છે,
દોસ્તી પોતે જ એક તહેવાર હોઈ છે.

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
6 likes 1 comments
Riya Gohel
Quote by Riya Gohel - જો તારું કશું જ ન હોય તો મૂકીને આવ તું. 
તારા ઘરનું અજવાળું મને સોંપવા આવ તું. 

મધુર સ્વપ્ન લઈ સાથે જીવન વિતાવવા આવ તું. 
જૂના રીત રિવાજ લઈ સાથે વૃદ્ધ થવા આવ તું. 

વ્હાલની એ પળમાં પ્રેમ નો એહસાસ કરાવા આવ તું. 
મૌનમાં પણ છુપાયેલી મારી વાતોને સંભાળવા આવ તું. 

પત્રની જેમ જૂની યાદોને ફરી તાજી કરવા આવ તું. 
મારી કવિતાના પ્રેમ ભરેલા શબ્દોને માણવા આવ તું.

અદ્રશ્ય લાગણીની જેમ મને પણ પારખવા આવ તું.
જીવન માં ચાલતી રમખાણને મૂકીને આવ તું.

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
12 likes 6 comments
Riya Gohel
Quote by Riya Gohel - તું રોજ સપનામાં આવે,
ને રોજ જીવવાનું કારણ આપે. 

તારો ચેહરો રોજ રાતે કઈક કહેવાની કોશિશ કરે,
ને દિવસે મૌન રહીને મને સતાવે. 

તારી આંખ જાણે કે રાતે મીઠું આલિંગન ચાહે,
ને પ્રભાતે મારા ધબકારને વધારે. 

તારા હાથ રોજ સપનામાં મારા માથે ફરે,
ને દિવસે એ હાથ શોધવા મને તરસાવે. 

તારું રોજ રાતે આપેલું આશ્વાસન મને હૂંફ આપે,
ને દિવસે એ જ હૂંફ માટે મને પરેશાન કરે. 

તારી કિંમતી મુસ્કાન રોજ રાતે મારા બધા જ દુઃખો ભુલાવે,
ને દિવસે મને આ સપનું યાદ કરાવીને અનહદ આનંદથી તરબતર કરે.

~Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
9 likes 5 comments
Riya Gohel
Quote by Riya Gohel - હું તારા માટે શું છું?

જો તારે જીવવું હોઈ તો હું જિંદગી છું. 
જો તારે પામવું હોઈ તો હું પ્રેમ છુ.
તારે ગુમાવું હોઈ તો હું સમય છું. 
જો તારે કમાવું હોઈ તો હું સંબંધ છું.  
જો તારે કંઈ સુંદર રચના કરવી હોઈ, 
તો હું કવિતા છું. 
જો તારે ખુશ થવું હોઈ,
તો હું બેશુમાર આનંદ ની પળ છું. 
તારે કોઈ ની સ્મૃતિ ને વાગોળવી હોઈ,
તો હું તારા હૃદય નો અંશ છું.
તારી સાથે રહેવું છે મારે, હું તારું જીવન જ છું

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
6 likes 3 comments

Explore more quotes

Riya Gohel
Quote by Riya Gohel - તમે હકીકત માં નહિ,
પણ સપના માં તો મારા થશો ને?
ભલે સૂર્ય બની ને નહિ,
પણ કિરણ સ્વરૂપે તો આવશો ને?
પાણીના ટીપાં માં નહિ,
પણ ઝાકળ સ્વરૂપે તો સ્પર્શ કરશો ને?
ભલે મારાં મનનાં માણીગર બની ને નહિ,
પણ મિત્ર સ્વરૂપે તો રહેશો ને?
રંગબેરંગી ચિત્રો માં નહિ,
પણ ફક્ત રંગ સ્વરૂપે તો મને રંગશો ને?
તમે મારી પહેલી પસંદગી છો,
તો તમે મારા દુઃખ માં મને સાથ આપશો ને?
હું તમને ચારેય તરફ શોધું છું,
તમે ક્યારેક તો મારી જિંદગી માં આવશો ને?

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
10 likes 3 comments
Riya Gohel
Quote by Riya Gohel - तुमसे बोहोत कुछ कहना है,
पर तुम पास आते ही नही। 
तुम्हारा हाथ थाम कर तुम्हे कुछ बताना है, 
पर तुम मुझे बोलने ही नही देते। 
तुम्हारी आंखों में मुझे मेरे लिए प्यार देखना है,
पर तुम मुझसे नजर मिलाते ही नही।
तुम मेरे लिए क्या हो ये मुझे सबको बताना है,
पर तुम मुझे ही कुछ बताते नही। 
तुमसे ज्यादा जरूरी मेरे लिए कुछ नही है,
पर तुम मेरे लिए वक्त निकालते ही नहीं। 
तुम्हे हर बात बताना चाहती हूं,
पर तुम मुझे अपना मानते ही नही।

Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
4 likes 1 comments
Riya Gohel
Quote by Riya Gohel - તું આમ બધું પોતાનું માની ને ઘસાવાનું બંધ કર. 
જે તારા નથી એના માટે રડવાનું બંધ કર. 

તું આમ બધા સામે હાથ જોડી વિનંતી  કરવાનું બંધ કર. 
જેને તારા હોવા ન હોવા થી કંઈ ફેર જ નથી પડતો 
એના માટે પ્રાર્થના કરવાનું બંધ કર. 

તું આમ એને બધી વાત કરવાનું બંધ કર. 
જેને તારી કંઈ કદર નથી એના માટે રાત જાગી ને વિચાર કરવાનું બંધ કર.

તું આમ એની પાસે આશા રાખવાનું બંધ કર. 
જેને તને કંઈ વાત જ નથી કરવી એના માટે તારો સમય કાઢવાનું બંધ કર. 

તું આમ વાત વાતમાં એની ચિંતા કરવાનું બંધ કર. 
જેને તને એક સમયમાં વાયદાઓ કરી ને તોડ્યા હતા, 
એના માટે "all time free" નું tag લગાવવાનું બંધ કર. 

Piyu gohel - Made using Quotes Creator App, Post Maker App
5 likes 2 comments
Riya Gohel
Quote by Riya Gohel - "સ્ત્રી"

જેની પાસે ઘાસ જેવી કોમળતા છે. 
જેની પાસે વાઘ જેવી ક્રૂરતા છે. 
જેની પાસે કોયલ જેવી મીઠી બોલી છે. 
જેની પાસે હરણ જેવી નજર છે. 
જેની પાસે બગલા જેવી ચતુરાઈ છે. 
જેની પાસે નદીના વહેણ જેવી માફી છે. 
જેની પાસે જગદંબા જેવી શક્તિ છે. 
ખરેખર...આ છે સ્ત્રી.

~ Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
3 likes 9 comments
Riya Gohel
Quote by Riya Gohel - "સ્ત્રી"

જેની પાસે ઘાસ જેવી કોમળતા છે. 
જેની પાસે વાઘ જેવી ક્રૂરતા છે. 
જેની પાસે કોયલ જેવી મીઠી બોલી છે. 
જેની પાસે હરણ જેવી નજર છે. 
જેની પાસે બગલા જેવી ચતુરાઈ છે. 
જેની પાસે નદીના વહેણ જેવી માફી છે. 
જેની પાસે જગદંબા જેવી શક્તિ છે. 
ખરેખર...આ છે સ્ત્રી.

~ Piyu Gohel - Made using Quotes Creator App, Post Maker App
2 likes 0 comments